જીએલએફ
ગુજરાતનો સૌથી પ્રથમ, મોટો અને લોકપ્રિય સાહિત્ય ઉત્સવ
GLF ની 11મી આવૃત્તિ માટે તૈયાર રહો!
11 માં વર્ષની ઉજવણી
- 2 અને 3 ડિસેમ્બર, 2023 દરમિયાન શારદા મંદિર શાળાની ઉજવણી નિમિત્તે બાળકોના લિટફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. https://sharadamandir.com/
- ગુજરાતની સૌથી મોટી મીડિયા સંસ્થા ગુજરાત મીડિયા ક્લબ દ્વારા 10મી આવૃત્તિ ની રજૂઆત કરવામાં આવી હતી. https://www.gujaratmediaclub.com/
- ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું https://www.gujaratuniversity.ac.in/
- GLFના 10માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરાશે.
- આપના પ્રેમ અને સમર્થન બદલ સમગ્ર GLF પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.
સૌથી મોટો સાહિત્ય મહોત્સવ
ગુજરાતી સાહિત્ય મહોત્સવ એ ગુજરાતી સાહિત્યને સમર્પિત, અને સાહિત્યકારો તેમજ યુવા લેખકોને એક જ મંચ પર લાવતો સૌથી મોટો ઉત્સવ છે.
વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય સાહિત્યના પ્રવાહોથી પરિચિત કરતો ઉત્સવ. ભારત અને વિદેશના ખ્યાતનામ અને પ્રસિદ્ધ તથા ઉભરી રહેલા લેખકો આ ઉત્સવમાં ભાગ લે છે.
ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે કથા-પટકથા-ગાયન વિ લખવાના અનુભવો અને પ્રવાહો વિશે ભારતભરમાંથી આવેલા નામાંકિત લેખકોને સાંભળો.
સાહિત્ય એ કોઈ ખાસ વયજુથનો ઇજારો નથી. બાળકો અને યુવાનો પણ પોતાની પસંદનું સાહિત્ય માણિ શકે તે માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન થાય છે.
દરેક ચિત્રો અને સ્થાપત્ય પોતાની રીતે વાર્તા કહે છે. અક્ષરથી પર જઈને રેખા અને રૂપના સ્વરૂપમાં સાહિત્ય માણવાનો અનોખો પ્રસંગ.
દરિયાપાર વસતા લોકો સાથે સંસ્કૃતિનો તાતણો બાંધતો અને જાળવી રાખતો કાર્યક્રમ એટલે ઇન્ડિફેસ્ટ
આ ઉત્સવમાં ઉદ્યોગસાહસિકતા, વેપાર, સંપત્તિ-સર્જન અને સમૃદ્ધિના સાહિત્યનું સન્માન અને તેની સકસેસ-સ્ટોરીઝની ઉજવણી થાય છે.
લેખન માત્ર લેખકની ડાયરી સુધીજ સીમિત ના રહે તથા ફિલ્મ, ટીવી સિરિયલ કે વેબ સિરિઝના સ્વરૂપમાં પણ પ્રગટ થાય, તે માટે લેખકોનો પ્રકાશકોનો તેમજ નિર્માતાઓનો મિલાપ કરાવતું અનોખું પ્લેટફોર્મ છે.
ગુજરાતી પ્રકાશકો, સંપાદકો, પ્રૂફરીડર્સ, પુસ્તકાલયો, લેખકો અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતા નામી-અનામી પાર્શ્વનાયકોના યોગદાનની કદર કરતો પ્રથમ એવોર્ડ.
જીએલએફમાં દિવસભરના રોમાંચ પછી સાંજ ઢળે ત્યારે સાહિત્યનો સંગીત, નૃત્ય, નાટક તેમજ તેમજ અન્ય મનોરંજક સ્વરૂપે આનંદ માણો.
GLFમાં તમે પણ તમારી વાત કહી શકો છો. GLFની વર્ષ 2019ની આવૃત્તિને ત્રણ દિવસમાં 45 પુસ્તકોનું વિમોચન-ચર્ચા કરવાનું સૌભગ્ય પ્રાપ્ત થયું હતું.
અજોડ સાહિત્યિક ક્વિઝ - અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં યોજાય છે.
વારસો, ઉજવણી, મજા ભોજનના પણ હોય છે. સમગ્ર ગુજરાતમાંથી વિસરાયેલી અને ઓછી જાણીતી વાનગીઓનો ફરી આસ્વાદ માણવા માટેનો ઉત્સવ.
પર્યાવરણીય મુદ્દા અને તે અંગેની નિસ્બત આપણને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું વિચારવા પ્રેરે છે. પર્યાવરણ અને મનુષ્ય વચ્ચેના સબંધ દોરે તેનું મંથન થાય છે.
પત્રકારત્વની ઉજવણી કર્યા વિના સાહિત્યિક ઉત્સવ અધૂરો છે - આપણી આસપાસની વાસ્તવિક અને રોજબરોજની સમાચાર આધારિત વાર્તાઓનો અવસર.
નવીન જાણકારી
- ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં
જી.એલ.એફ – વ્હીસલીંગ વુડ્સ ઇન્ટરનેશનલ વર્કશોપ્સ
- ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં