Gujarat Literature Festival

ટીમ જી.એલ.એફ.ટીમ જી.એલ.એફ.

સ્થાપક અને સંચાલક

શ્યામ પારેખ - ફેસ્ટિવલ ડિરેક્ટર

પત્રકાર, તંત્રી અને કેળવણીકાર

પત્રકારત્વની 25 વર્ષથી પણ લાંબી કારકિર્દી દરમિયાન તેમણે ઘણા અગ્રણી અખબારો અને તેમની આવૃત્તિઓ શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.અમદાવાદમાં અંગ્રેજી અખબાર DNAના સ્થાપક તંત્રી, ઉપરાંત એક દાયકા કરતા વધારે સમય સુધી નિવાસી તંત્રી તરીકે, મુંબઈમાં સીનીઅર એડિટર તરીકે તેમણે અનેક અખબારનું નેતૃત્ત્વ કર્યું છે. કારકિર્દીની શરૂઆત ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શિક્ષણ, પર્યાવરણ વિ વિષયના રિપોર્ટર તરીકે કરનાર, સાહિત્યના અભ્યાસુ અને અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષા પાર પક્કડ ધરાવતા શ્યામે વર્ષોથી ગુજરાતમાં સાહિત્ય ઉત્સવ સ્થાપવાનું સ્વપ્ન જોયું હતું. જે વર્ષ 2013માં સાકાર થયું.

સમકિત શાહ - ફેસ્ટિવલ પ્રોડ્યૂસર

ઉદ્યોગસાહસિક અને સાહિત્યરસિક

સમકિત એ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે જે તેમની ઊંડી જિજ્ઞાસાના આધારે GLFને તાજગી પૂરી પાડે છે. તેમના ઉદ્યોગ સાહસોમાં યુરોપિયન બજારોમાં ઇજનેરી ઉત્પાદનો વેચવા, તેમજ ડઝનબંધ વૈશ્વિક ભાષાઓમાં અનુવાદનો વ્યવસાય, વિ સાહસોનો સમાવેશ થાય છે. જયારે શહેરી જીવન મુશ્કેલ બને છે ત્યારે સમકિત સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે સ્ટેજ પર જઈ જીવનને હળવાશથી લે છે! પ્રવાસના શોખીન, ઉત્સાહી અને આશાવાદી, સમકિતે GLFના ફેસ્ટિવલ નિર્માતા તરીકે ફેસ્ટિવલને નાણાકીય રીતે સક્ષમ બનાવીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.

જુમાના શાહ - ફેસ્ટિવલ કો-ડિરેક્ટર અને પ્રોગ્રામિંગ ડિરેક્ટર

તંત્રી અને પત્રકારત્વના શિક્ષક

જુમાના એક પત્રકાર છે. તેઓ ભૂતપૂર્વ સંપાદક છે. તેમણે DNAએ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડેમાં પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ માધ્યમોમાં કામ કર્યું છે. તેમણે રાજકારણ અને પર્યાવરણ-વન્યજીવન વિશે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. તેમણે રાજકીય વિશ્લેષણ, DNAએમાં સામાજિક મુદ્દાઓ પર કોલમ અને 2005થી ચૂંટણીના અહેવાલો લખ્યા છે. તે માર્શલ આર્ટસના પ્રચારક છે, મુસાફરીના શોખીન છે અને સાહસિક રમતોના ચાહક છે. તેઓ એક પ્રમાણિત સ્કુબા ડાઇવર છે અને દરિયાઇ પર્યાવરણને બચાવવા માટે અનેક લેખ લખ્યા છે.

માર્ગદર્શક અને સલાહકાર

અંજુમ રજબઅલી - માર્ગદર્શક

પટકથા લેખક અને શિક્ષક

તેઓ પીઢ ફિલ્મ લેખક છે અને અનેક ભારતીય ભાષાઓના ઘણા સુસ્થાપિત પટકથા લેખકો તેમના હાથ નીચે તૈયાર થયા છે. તેમણે દ્રોહકાલ (1994), ગુલામ (1998), ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ (2002) અને રાજનીતિ (2010) જેવી ફિલ્મો લખી છે. પટકથા લેખક સંઘ, ભારતના વરિષ્ઠ કાર્યકર તરીકે તેઓ ભારતીય પટકથા લેખકોના આગેવાન છે અને પટકથા લેખકોના અધિકારોના લડવૈયા તરીકે જાણીતા છે.જીએલએફને ફિલ્મ લેખન જોડે જોડવામાં તેમનો મુખ્ય ફાળો છે.

રાજેન્દ્ર પટેલ - મેન્ટર- માર્ગદર્શક

કવિ, લેખક અને સાહિત્યિક કાર્યકર

ગુજરાતમાં અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓના પ્રણેતા અને આધારસ્તંભ એવા રાજેન્દ્રભાઇ વિના મૂલ્યે પુસ્તક વિતરણ માટેની વિશ્વની સૌથી મોટી ઝુંબેશ “પુસ્તક પરબ”ના સ્થાપક અને સંચાલક છે. તેઓ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી અને સાહિત્ય અને વાંચનને પ્રોત્સાહન આપતી “વાંચે ગુજરાત” ઝુંબેશના પણ પ્રણેતા છે. અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજેન્દ્રભાઇ છે એક સિદ્ધ લેખક અને કવિ છે. મૃદુભાષી, રાજેન્દ્રભાઈ ગાંધીવાદી-મોડલ પર ફાર્મસી બિઝનેસ ચલાવે છે. તેઓ GLFના મુખ્ય માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત છે.

સલાહકાર બોર્ડ

અદિતિ દેસાઈ

નિહારિકા શાહ

અભિષેક જૈન

ભાર્ગવ પુરોહિત

રામ મોરી

મનીષ મેહતા

પેટ્રન્સ

ચિરંજીવ પટેલ

પ્રિયાંશી પટેલ

ભાગ્યેશ જહા

વિષ્ણુ પંડ્યા

અસિત શાહ

નયન પરીખ

બ્રજેશ બાજપાઈ

મિત્રો

શીલાબેન ભટ્ટ

જય વસાવડા

જયેશ વોરા

નિમિત્ત કારિયા

તન્વી કારિયા

દેવકી

આરતી બોરિયા

પરમ શાહ

રમા મુન્દ્રા

ભાવેશ ઉપાધ્યાય

પિન્ટુ ભાઈ

દેવર્ષ

પારસ જહા

વિવેક દેસાઈ