Gujarat Literature Festival

પ્રભાવ અને પરિવર્તન પ્રભાવ અને પરિવર્તન

પ્રભાવ અને પરિવર્તન

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં

ગુજરાતની શાળાઓમાં ગુજરાતીને ફરજિયાત ભાષા તરીકે જાહેર કરવા માટે સરકારને મનાવવામાં GLFએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 2018માં ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જીએલએફની અપીલ માન્ય રાખી અને પ્રાથમિક શાળા સ્તરે ગુજરાતી ભાષા શીખવવી ફરજીયાત બનાવવા માટે વચન આપ્યું હતું. જીએલએફના પ્રયત્નો બાદ ત્યારબાદ આ માટે ગુજરાત વિધાનસભામાં સરકારે એક ખરડો રજુ કર્યો હતો. આ ખરડો સર્વાનુમતે પસાર થયો હતો. GLFએ રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં ડઝનેક વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને 'GLF-પ્રકારની' ચર્ચાઓને પ્રેરણા આપી છે.

GLF માં ભાગ લીધા પછી સેંકડો યુવાનો વનકેન અને લેખન માટે પ્રેરાયા હતા અને હવે તેમના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. જીએલએફની સફળતા બાદ ગુજરાતમાં લોકભોગ્ય હોય તેવા અનેક સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન વેગવંતુ અને લોકપ્રિય બન્યું છે.