જીએલએફ - સાહિત્યનો સૌથી મોટો ઉત્સવ
ગુજરાતી સાહિત્ય મહોત્સવ
ભાષા - ગુજરાતી
ગુજરાતી સાહિત્ય મહોત્સવ એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત સૌથી મોટો સાહિત્યિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સાહિત્યકારો અને યુવા લેખકોને એક મંચ પર આવે છે. આ મહોત્સવમાં યોજાતા વિવિધ સત્રોના વિષયો ક્લાસ્સીકલ સાહિત્યથી લઈને યુવા લેખકો દ્વારા કરતા નવા યુગના પ્રયોગો સુધીના છે.
વાંચન અને લેખનને પ્રોત્સાહન; ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જનને વેગ મળે એ GLFનું મુખ્ય ધ્યેય છે.
કાર્યક્રમના સ્વરૂપ
- વાર્તાલાપ
- વર્કશોપ્સ
- પ્રદર્શન
- વાંચિકમ
- પ્રવચન
- કવિ સંમેલન અને મુશાયરા
ઇન્ડિયન સ્ક્રીનરાઇટર્સ ફેસ્ટિવલ
ભાષાઓ - અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી
ISF એ પરદા માટે સર્જાતા સાહિત્યની ઉજવણીનો ઉત્સવ છે. અહીં પ્રવર્તમાન પ્રવાહો તેમજ ભાવિ વહેણ વિષે પણ જાણવા મળે છે. ફિલ્મો, ટીવી અને વેબ-સિરીઝ માટે લખાતા સ્ક્રીનરાઇટિંગના બધાજ સ્વરૂપો જેમકે ફિલ્મ કથા-પટકથા લેખન, ગીત અને સંવાદ-ડાયલોગ ને અહીં સ્થાન પ્રાપ્ત છે. લેખકોની સર્વોચ્ચ સંસ્થા - સ્ક્રિનરાઇટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (SWA) સાથે વિશિષ્ઠ ભાગીદારીમાં આ ઉત્સવ યોજાય છે.
હવે લોકો, ખાસ કરીને યુવાનો, સમકાલીન સાહિત્યને પુસ્તક સિવાય સ્ક્રીન દ્વારા વધારે માણે છે. ફિલ્મો, વેબ સિરીઝ અને ટીવીના કાર્યક્રમો અને તાજેતરની રિલીઝીસના લેખકો, વિચાર-પ્રેરક વાર્તાલાપ દ્વારા તેમની સમજ અને જ્ઞાન રજૂ કરે છે, ત્યારબાદ પ્રેક્ષકો સાથે મુક્ત મને વાર્તાલાપ કરવાનો અનોખો મોકો આપે છે.
કાર્યક્રમના સ્વરૂપ
- સ્ક્રીનરાઇટિંગ શીખવા માટે માસ્ટરક્લાસ અને વર્કશોપ્સ
- પ્રેક્ષકો સાથે વાર્તાલાપ અને ચર્ચાઓ
- સર્જકો સાથે ફિલ્મોનું સ્ક્રીનીંગ
ફાઉન્ટેનહેડ
ભાષાઓ - અંગ્રેજી, હિન્દી અને અન્ય
વિવિધ ભાષાઓ માટે મહોત્સવ
આ ઉત્સવમાં ભારત અને વિદેશના જાણીતા અને ઉભરતા લેખકો ભાગ લે છે. અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, સિંધી, મલયાલમ, બંગાળી, રાજસ્થાની અને મરાઠી - આઠ ભાષાઓમાં અનેક કાર્યક્રમો યોજાય ચુક્યા છે.
કાર્યક્રમના સ્વરૂપ
- વાર્તાલાપ
- વર્કશોપ્સ
- સ્ટેન્ડ-અપ પ્રદર્શન
- વાંચિકમ
બિઝલિટફેસ્ટ
ભાષાઓ - અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી
વેપાર-વાણિજય અને અર્થ-ઉપાર્જન એ ગુજરાતના ડીએનએમાં છે, ઉદ્યોગસાહસિકતાની વાતો અને અનુભવોએ સમકાલીન ગુજરાતી સમાજની લોકકથાને નવા આયામ આપ્યા છે.
આ ઉત્સવમાં ઉદ્યોગસાહસિકતા, વેપાર, સંપત્તિ-સર્જન અને સમૃદ્ધિના સાહિત્યનું સન્માન અને તેની સકસેસ-સ્ટોરીઝની ઉજવણી થાય છે.
કાર્યક્રમના સ્વરૂપ
- લેખકો સાથે વાતચીત
- પ્રેરણાદાયી વક્તાઓ
- વર્કશોપ્સ
- ક્વિઝ
આર્ટફેસ્ટ
ભાષાઓ - કલાત્મક અભિવ્યક્તિ અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી.
વાર્તા જે પણ સ્વરૂપમાં કહેવામાં આવે તેને સાહિત્ય સમજી અને સ્વીકારવું તેવી જીએલએફની ભાવનાનું આર્ટફેસ્ટના સ્વરૂપમાં પ્રગટીકરણ થાય છે. કલા અને સાહિત્ય ઘણીવાર એકબીજાથી પ્રેરણા મેળવે છે. કલાના આ સ્વરૂપો વચ્ચે સતત આદાન-પ્રદાન થતું રહે છે.
કલા હોય કે સ્થાપત્ય,અગ્રણી કલાકારો ઉત્સવના સત્રો દરમિયાન પ્રવર્તમાન તેમજ સામાન્ય રસના અને અન્ય અગોચર વિષયો પર પણ વિમર્શ કરે છે.
કલાના પ્રદર્શનોમાં ક્યારેય ભેગી ન થઈ હોય તેવી મેદની આર્ટફેસ્ટ માણવા આવે છે. દરેક મુલાકાતી પ્રદર્શનમાં મુકેલી કલાકૃતિ જોઈ શકે તે માટે પ્રદર્શનનું કાર્યક્રમના સ્થળની અંદરજ આયોજન થાય છે. આમ આર્ટફેસ્ટ એ સૌથી મોટું જાહેર પ્રદર્શની બની રહે છે.
કાર્યક્રમના સ્વરૂપ
- વાર્તાલાપ
- કલા પ્રદર્શન અને ઇન્સ્ટોલેશન્સ
- વર્કશોપ્સ
ટાબરીયા
ભાષાઓ - ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી
સાહિત્ય એ કંઈ અમુક-તમુક વયના કે અનુભવી લોકોનો જ ઇજારો નથી. બાળકો અને યુવાનો સાહિત્યપણ કરનારા વર્ગનું સહુથી અભિન્ન અને સૌથી મહત્ત્વનું અંગ છે. સાહિત્ય, ખાસ કરીને વાર્તાઓ તેમને વિશ્વ સમસ્તનું દર્શન કરાવે છે. શાળા કૉલેજોના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે તે માટે ક્વિઝ તેમજ અન્ય સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે.
પોતાના વિદ્યાર્થીઓ આ લકાર્યક્રમ ભાગ લેવા મોકલવા માંગતી શાળાઓ, કૉલેજ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓ અમારો સંપર્ક કરી શકે છે.
કાર્યક્રમના સ્વરૂપ
- વાર્તા કથન
- વર્કશોપ્સ
- નાટકો
- ક્વિઝ અને સ્પર્ધાઓ
- સંગીતમય કાર્યક્રમ
માય જીએલએફ
ભાષાઓ - તમારી મરજીની!
જો તમે કોઈ કાર્યક્રમ યોજી તમારા પુસ્તકનું વિમોચન કરાવવા માંગતા હોવ કે તે અંગે ચર્ચા કરવા માંગતા હોવ તો અને જાતેજ તમારા મહેમાનોને પણ આમંત્રિત કરવા ઇચ્છતા હો તો તમને મંચ પૂરો પડશે જીએલએફ. GLF તમારા પ્રસંગનું આયોજન કરશે - અને એ પણ નિઃશુલ્ક! વર્ષ 2019માં અમદાવાદ ખાતે GLFના ત્રણ દિવસમાં 45 પુસ્તકોનું વિમોચન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ટાઈમ સ્લોટ્સ ઝડપથી ભરાઈ જતા હોવાથી તમારો સ્લોટ વિના વિલંબે બૂક કરી દો.
ઇન્ડિફેસ્ટ
ભાષાઓ - અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને અન્ય
માનવ સમુહ એક દેશ છોડી વિદેશમાં વસવાટ કરે છે અને નવા સમાજ અને નવી સંસ્કૃતિના વિકાસના મૂળિયા નાખે છે. ભારતીયો એક અલગ દુનિયાની શોધમાં દરિયો પાર કરવા માટે જાણીતા છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકો, ખાસ કરીને ગુજરાતીઓ, વિદેશ જઈને પણ તેમની મૂળ સંસ્કૃતિને જીવંત રાખે છે. જો કે તેમની ભાષા પેઢીઓથી સ્થાનિક સમાજની નીતિ-રીતિ પ્રમાણે બદલાઈ ગઈ હશે, પરંતુ રસ-રુચિ નહિ. આ કાર્યક્રમ તેમની આપણી સાથે જોડવા માટે અને વિદેશ સ્થિત ભારતીયોની વાર્તાઓ, તેમના અનુભવો અને તેમાં રસ-રુચિ અંગેના આદાન-પ્રદાન અને આસ્વાદનનો અનેરો મોકો પૂરો પડે છે.
NRG/NRI લેખકો તથા વૈવિધ્યસભર ફોર્મેટના ઉપયોગ સાથે વાર્તાકારો તેમની વાર્તાઓ કહેશે.
કાર્યક્રમના સ્વરૂપ
- વાર્તાલાપ
- ચર્ચાઓ
- વાર્તા કથન
ઇન્કટેન્ક
ભાષાઓ - ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
લેખકો અને પ્રકાશકોનો મિલાપ કરાવતો અને તેમને લેખન-પ્રકાશનની તક પૂરી પાડતો અનોખો અને એકમાત્ર કાર્યક્રમ એટલે ઇન્કટેન્ક. ઉભરતા લેખકો આ કાર્યક્રમ દરમિયાન લેખો, પુસ્તકો, ફિલ્મો, ટીવી અને વેબ સિરીઝ જેવા પબ્લિશિંગ આઈડિયાઝ બાબતો પર તેમના વિચારો રજૂ કરે છે. પબ્લિશિંગ હાઉસ, કુશળ લેખકો અને GLFના તજજ્ઞો અને માર્ગદર્શકો આ તકનો ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય છે.
GLF એવોર્ડસ
- યંગ રાઈટર ઓફ ધ યર - યુવા લેખક
- યંગ પોએટ ઓફ ધ યર - યુવા કવિ
- યંગ વેબ સિરીઝ રાઇટર - યુવા વેબ સિરીઝ લેખક
- બેસ્ટ ટ્રાન્સલેટર (ગુજરાતીથી અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં) - શ્રેષ્ટ ભાષાંતરકાર
- બેસ્ટ ટ્રાન્સલેટર (અન્ય ભાષાઓથી ગુજરાતીમાં) - શ્રેષ્ટ ભાષાંતરકાર
- બેસ્ટ ફિલ્મ સ્ટોરી ઓફ ધ યર - શ્રેષ્ટ ફિલ્મ વાર્તા
- બેસ્ટ પ્લેરાઇટ ઓફ ધ યર - શ્રેષ્ઠ નાટ્યકાર
- જ્યુરી’ઝ ચોઇસ - નિર્ણાયકોની પસંદગી
- Best Digital writing of the year
- Lifetime Work / Achievement
- Best Poof-reading
- બેસ્ટ ડિઝાઇન્ડ બુક - શ્રેષ્ટ પુસ્તક ડિઝાઇન
- યુનિક પબ્લિશર - અનોખા પ્રકાશક
- ન્યૂ પબ્લિશર - નવા પ્રકાશક
- મોસ્ટ સેલિંગ બુક ઓફ ધ યર - સહુથી વધુ વેંચાતું પુસ્તક
- મોસ્ટ ઇનોવેટિવ પબ્લિકેશન - પુસ્તકમાં નાવિન્ય
- બેસ્ટ લાઇબ્રેરી - શ્રેષ્ટ પુસ્તકાલય
પર WhatsApp કરો +91 96011 77775.
ન્યૂ(ઝ) ડાયમેન્શન
ભાષાઓ - ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
સાહિત્ય હોય અને તેમા પત્રકારત્વનો સમાવેશ ન થાય, તો કેવી રીતે ચાલે! પત્રકારત્વજ તો આપણને સમાજની વાસ્તવિક વાર્તાઓ રોજ-બરોજ કહે છે. ઉભરતા અને સિદ્ધ પત્રકારોની કામગીરીનું સન્માન કરવા માટે વર્ષ 2019માં પીઢ પત્રકાર કાન્તિ ભટ્ટની યાદમાં એવોર્ડસ આપવામાં આવ્યા. ફોટો-જર્નાલિસ્ટની નજરથી દેખાતી દુનિયા એટલે એમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજાય છે.
કાર્યક્રમના સ્વરૂપ
- પ્રદર્શનો
- ચર્ચાઓ
- વાર્તાલાપ
સ્વાદ
ક્વિક વીટ
ભાષાઓ - ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
સાહિત્યને લગતી આ પ્રકારની એકમાત્ર ક્વિઝ - અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં પ્રશ્નો સાથે યોજાય છે. લોકપ્રિય ક્વિઝમાસ્ટર્સ, સમજપૂર્વકના અને ઊંડા સંશોધન પ્રેરિત પ્રશ્નો, અને પુષ્કળ ઇનામો તથા ભરપૂર મનોરંજન હોવાથી આ કાર્યક્રમ GLFના સહુથી રસપ્રદ ઇવેન્ટસમાંનો એક છે.
Quizzes are on the topics of literature, business stories and contemporary literary topics.