Gujarat Literature Festival

ઉદ્દેશ્યઉદ્દેશ્ય

ઉદ્દેશ્ય

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં

વૈશ્વિકીકરણના યુગમાં વિશ્વ જાણેકે સંકોચાય રહ્યું છે. વધુને વધુ બળવત્તર બની રહેલા વૈશ્વિક પ્રવાહોને કારણે આપણી, ભાષાકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક ઓળખ પોતાનું આગવાપણું અને વિશિષ્ઠતા ખોઈ રહ્યા છે.

આ ‘ગ્લોબલ યુનીફૉર્મિટી’ સામે આપણી આગવી ઓળખનું રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધન કરવાની ખૂબ જરૂર છે.

આ સંજોગોમાં સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની આકાંક્ષા ધરાવતા વ્યક્તિઓ માટે જોઆ કાર્ય આર્થિક રીતે લાભદાયી અને આકર્ષક ન લાગે તો પરિસ્થિતિ વધુ વિષમ બનશે. વૈશ્વિકરણના પ્રવાહો સામે આપણી સાંસ્કૃતિક ઓળખ અબાધિત રાખવા જરૂરી છે કે આપણે વધુને વધુ યુવાન લોકોને વાંચન અને સાહિત્યના સર્જન માટે માટે પ્રેરીએ. તો આપોઆપ લેખકો માટે વધુ તકો ઊભી થશે. એટલે જ GLF લોકોને વાંચન તરફ લઈ જવાનું કામ કરે છે.

જે સમાજ વેપાર-ધંધા અને સંપત્તિ સર્જન માટે જાણીતો છે, તેમાં વાંચન અને લેખન ફરી પ્રચલનમાં આવે તે માટે GLF કામ કરી રહ્યું છે.